HomeGujaratમોરબીના સામાકાંઠા વેચાણ અર્થે રાખેલી દારૂની 87 બોટલ મળી, આરોપી ફરાર

મોરબીના સામાકાંઠા વેચાણ અર્થે રાખેલી દારૂની 87 બોટલ મળી, આરોપી ફરાર

મોરબીના સામાકાંઠે આવેલા લાભનગર કાલેન્દ્રી નદીના કોઝવેની બાજુમાં બાવળની કાંટમાથી વિદેશી દારૂની 87 બોટલ કિં રૂ.43,500 નો મુદ્દામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલા લાભનગર કાલેન્દ્રી નદીના કોઝવેની બાજુમાં બાવળની કાંટમા આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 87 બોટલ કિં.રૂ.43,500 નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી ખોડાભાઈ ભરતભાઈ કગથરા રહે. લાભનગર સામે, મોરબીવાળા વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જો કે, આરોપી સ્થળ પર હાજર ન મળતા આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular