Sunday, May 3, 2026
HomeGujaratમોરબીના નેકસસ સિનેમા સામે ઈંટના ભઠ્ઠાના માલિકો મજૂર બાબતે ઝઘડી પડ્યા, મહિલા...

મોરબીના નેકસસ સિનેમા સામે ઈંટના ભઠ્ઠાના માલિકો મજૂર બાબતે ઝઘડી પડ્યા, મહિલા પર છરીનો ઘા કરી જીવલેણ હુમલો કર્યો

Advertisement
Advertisement

મોરબીના નવલખી રોડ પર નેકસસ સિનેમા સામે વાડીમાં ઈટનો ભઠ્ઠો ચલાવતા દંપતી પર નજીકમાં જ બીજો ઈટનો ભઠ્ઠો ધરાવતા શખ્સે મજૂરો કેમ નથી આવવા દેતો કહી જીવલેણ હુમલો કરી મહિલાના સાથળમાં છરીનો ઘા ઝીકી દીધો હતો. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શહેરના વાવડી રોડ પર રવિપાર્કમાં રહેતા મનસુખભાઈ જગદીશભાઈ ભલસોડ (ઉ.વ.40) નામના ઈંટના ભઠ્ઠાના સંચાલકે આરોપી દામજી ઉર્ફે ટીનો જીવરાજ મંડલી, રેખા દામજી મંડલી રહે.વાવડી રોડ, દામજીની સાળી અલ્પા રહે.રાજકોટ તેમજ ગાયત્રીનગરમાં રહેતા રીક્ષા ચાલક ઈમરાન વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ પોતાના ઈંટના ભઠ્ઠા પર હતા ત્યારે આરોપી દામજી સહિતના લોકો ધસી આવ્યા હતા અને આરોપીએ પોતાના ભઠ્ઠે મજૂરને કેમ નથી મોકલતો કહી ધોકા વડે માર મારી તેમના પત્ની શિલ્પાબેનને આરોપી ઈમરાન રીક્ષા વાળાએ છરીનો ઘા ઝીકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular