Monday, April 20, 2026
HomeGujaratટંકારાના વાઘગઢ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી મેઘપર ઝાલા ગામના યુવાન પર...

ટંકારાના વાઘગઢ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી મેઘપર ઝાલા ગામના યુવાન પર મોડી રાત્રે હુમલો 

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમાં આઠેક દિવસ પૂર્વે અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરી રહેલા ઘુનડા ખાનપર ગામના બે સગા ભાઈઓને સમજાવવા જતા આરોપીઓને આ બાબત સારી નહિ લાગતા ગત તા.1ના રોજ મેઘપર ઝાલા ગામના યુવાન પર મોડી રાત્રે હુમલો ક૨ી પગમાં છરીના ઘા ઝીકી દીધા હતા.

આ બનાવ અંગે મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા (ઉ.વ.48) નામના યુવાને આરોપી યોગેશ તુલસીભાઈ કાસુન્દ્રા અને મનોજ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બન્ને ઘુનડા ખાનપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બન્ને આરોપીઓ આઠેક દિવસ પૂર્વે તેમના ગામના રમભા ઝાલા સાથે ઝઘડો કરતા હોવાથી ફરિયાદીએ ઝઘડો નહિ કરવા સમજાવતા આ બાબતનો ખાર રાખી તા.1ના રોજ ફરિયાદી વનરાજસિંહ પોતાની વાઘગઢ ગામની વાડીએ સુતા હતા ત્યારે બન્ને શખ્સો આવ્યા હતા અને છાતી પર ચડી જઈ ઢીકા પાટુનો માર મારી સાથળમાં છરીનો ઘા ઝીકી દીધો હતો.

આ બનાવ અંગે ટંકારા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular