એક 19 વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને આંખની આજુબાજુનું હાડકું, નાકના હાડકા, જડબાના હાડકા તેમ બધે જ ફ્રેકચર હતા. એટલું જ નહીં, ગંભીર ઈજાના લીધે નાકમાંથી અને મોઢામાંથી સતત લોહી વહેવાનું ચાલુ હતું. આવી પરિસ્થિતિમાં દર્દીને નાકમાંથી કે મોઢામાંથી નળી નાખીને (INTUBATION) બેભાન કરવું શક્ય નહોતું, જેથી મોરબી આયુષ હોસ્પિટલની ટીમ ડૉ. શ્વેતા પ્રજાપતિ, ડૉ. અદિતિ ઝાલાવાડિયા અને ડૉ.દુષ્યંત ચાવડા દ્વારા SUBMENTAL INTUBATION કરીને એનેસ્થેસિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું અને અતી જોખમી કહેવાતા ઓપરેશનને એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. ડૉક્ટરોની કોઠાસૂઝ અને આવડતના કારણે આ આશાસ્પદ યુવાનનું ઓપરેશન સફળ થયું તે બદલ પરિવારે હોસ્પિટલ અને ડૉકટર સ્ટાફની લાગણીપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




