HomeGujaratઅમદાવાદ ACB એ મોરબીના PSI અને હેડ કોન્સ્ટેબલને 1.30 લાખની લાંચ લેતા...

અમદાવાદ ACB એ મોરબીના PSI અને હેડ કોન્સ્ટેબલને 1.30 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

મોરબીમાં અમદાવાદની એસીબી ટીમે મોટો સપાટો બોલાવ્યો છે.

એક PSI અને હેડ કોન્સ્ટેબલને રૂ.1.30 લાખની મોટી લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ, મોરબીના નગરદરવાજા ચોકીના ઇન્ચાર્જ PSI એ.એસ.શુક્લા અને હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાએ એક વ્યક્તિ પાસેથી અગાઉ રૂ.1 લાખ લીધા હતા અને વધારાની રૂ.1.30 લાખની રકમ લેવાની હતી. જે અંગે વ્યક્તિએ એસીબીનો સંપર્ક કરતા અમદાવાદ એસીબીની ટીમે મોરબીમાં છટકું ગોઠવી PSI એ.એસ.શુક્લા અને હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાને રૂ.1.30 લાખની લાંચ લેતા રંગેહાથ પકડી લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

બન્ને પોલીસ જવાનોને પકડી એસીબીએ આગળની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ PSI દરજ્જાના પોલીસ અધિકારી એસીબીના છટકામાં આવી જતા સમગ્ર પોલીસ બેડામાં આ શરમજનક ઘટનાથી સન્નાટો છવાઈ ગયો છે.

RELATED ARTICLES

Most Popular