Monday, May 4, 2026
HomeGujaratમોરબીમાં દારૂના ત્રણ દરોડામાં સિટી એ અને બી ડિવિઝન પોલીસે 34 બોટલ...

મોરબીમાં દારૂના ત્રણ દરોડામાં સિટી એ અને બી ડિવિઝન પોલીસે 34 બોટલ સાથે બે આરોપીઓની અટક કરી, એક ફરાર 

Advertisement
Advertisement

મોરબીમાં સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના ત્રણ અલગ અલગ દરોડામાં વિદેશી દારૂની 34 બોટલ કબ્જે કરી બે આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે એક દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવવામાં આવ્યો હતો.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે માળીયા વનાળિયા સોસાયટીમાં સરકારી સ્કૂલ પાસેથી આરોપી પ્રવીણ ઉર્ફે પવો સવજીભાઈ પરમારના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 25 બોટલ રૂ.19,272 કબ્જે કરી આરોપીને અટકાયતમાં લીધો હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે પરશુરામ પોટરીના મેદાનમાંથી આરોપી રફીક હસમભાઈ કાસમાણી રહે.ફૂલછાબ કોલોની, વીસીપરા વાળાને વિદેશી દારૂની બે બોટલ કિં.રૂ. 726 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે જોન્સનગર શેરી નંબર 8મા રહેતા આરોપી મકબુલ હનીફભાઈ ચાનિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની સાત બોટલ રૂ. 4872 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular