HomeGujaratમોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સ...

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર જીત ઈલેક્ટ્રીક નજીક રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર જીત ઈલેક્ટ્રીક નજીક રોડ પરથી વિદેશી દારૂની રૂ. 600 ની કિંમતની 2 બોટલના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ ફીરોજભાઈ પીલુડીયા (ઉ.વ.30) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular