મોરબીના નગર દરવાજા ખાતે ગુમ થયેલ બાળકને ટ્રાફિક પોલીસે માતા-પિતા સાથે પુનઃમીલન કરાવી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ સમાજને આપ્યું છે.
આજે બપોરના સમયે ખરીદી કરવા માટે આવેલ હિન્દીભાષી શ્રમિકના ત્રણ વર્ષના પુત્ર ખરીદી વખતે ક્યાંક આડા અવળો નીકળી જતા નગર દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિકના માર્ગદર્શનમાં કામ કરતા ટ્રાફિક બ્રિગેડના ફારૂક ભાઈને વાત કરતા તેમણે અલગ અલગ જગ્યાએ તપાસ કરતા આ બાળક મળી આવ્યું હતું અને પુનઃ તેમના માતા-પિતાને સોંપતા તેની માતાના આંખમાં હર્ષના આંસુ આવી ગયેલ હતા. માતા પિતાને પોતાનો કલેજનો ટુકડો હેમખેમ મળી જતા ટ્રાફિક પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




