Monday, May 4, 2026
HomeGujaratમોરબીના શનાળા ગામ નજીક કોલસાની બોરીઓમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો,...

મોરબીના શનાળા ગામ નજીક કોલસાની બોરીઓમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો, 6696 બોટલ સહિત 1.09 કરોડનો મુદ્દામાલ જપ્ત

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં આગામી રથયાત્રા તેમજ ગ્રામ પંચાયતની ચુટણી અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન શનાળા ગામ પાસે આવેલી મેડીકલ કોલેજ સામે રોડ પરથી કોલસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે.

વિદેશી દારૂની 6696 બોટલો જેની કિ.રૂ.89,32,800 થાય છે તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.1,09,32,800 નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મળતી વિગતો મુજબ, મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળી હતી કે, કંડલા બાયપાસ તરફથી એક ટાટા ટ્રક રાજકોટ તરફ જવાનો છે. જેમાં કોલસાની બોરીઓની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે. આ સચોટ બાતમીના આધારે શનાળા ગામ પાસે આવેલ રાજપર ગામ તરફ જવાના રસ્તે આવેલ પોલીસ ચોકી સામે રોડ પર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી ટ્રક નિકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ડ્રાઇવરે ટ્રક રોક્યો નહોતો. જેથી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના અધિકારી/કર્મચારીઓ સાથે ખાનગી તથા સરકારી વાહનમાં આ ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઇવર શનાળા ગામથી આગળ રાજકોટ તરફ જતા હાઇવે રોડ પર મેડીકલ કોલેજની સામે રેઢી મુકી ખેતર તથા બાવળની ઝાડીનો લાભ લઇ નાશી ગયો હતો. આ ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભુકી ભરેલી બોરીઓની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલો હતો. જેમાં ઇંગ્લીશ દારૂની 6696 બોટલ હતી જેની કિ.રૂ.89,32,800 થાય છે અને અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.1.09 કરોડનો મુદામાલ જપ્ત કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular