મોરબીમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ બાઈક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ઘુનડા રોડ પર ગોકુલ ફાર્મની બાજુમાં લોટસ બ્લોક બી-૪ નં -૮૦૧ માં રહેતા દુર્લભજીભાઈ શિવાભાઈ કાવર (ઉ.વ.63) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબીના જીના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ વાળી શેરીમાં આવેલ સાગર ઓર્થોપેડીક દવાખાનાની પાસે બાઈક પાર્ક કરેલી જગ્યાએથી સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેની કિંમત રૂ.40 હજાર વાળુ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બીજી ફરીયાદ મોરબીના રફાળેશ્વર ગામે સરકારી સ્કૂલની સામે રહેતા વિપુલભાઈ વિનોદભાઈ કુબાવત (ઉ.વ.29) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગેબનશાપીરની દરગાહ પાસેથી ફરીયાદીનુ એકટીવા 5G મોટરસાયકલ જેની કિં. રૂ.60 હજાર વાળુ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે ત્રીજી ફરીયાદ મોરબીના રવાપર રોડ પર વીવેકાનંદ નગર-1 માં રહેતા વિશાલભાઈ દીનેશભાઈ ચીખલીયા (ઉ.વ.36) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, મહેન્દ્ર ડ્રાઈવ રોડ ગોલા બજાર હોન્ડાના શોરૂમમાં પાછળથી ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેની કિં. રૂ. 20 હજાર વાળુ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




