HomeGujaratમોરબીમાં બાઇક ચોરીના કિસ્સાઓ વધ્યા, વિદ્યુતનગરમાંથી અજાણ્યા શખ્સે બાઇક ચોર્યું

મોરબીમાં બાઇક ચોરીના કિસ્સાઓ વધ્યા, વિદ્યુતનગરમાંથી અજાણ્યા શખ્સે બાઇક ચોર્યું

મોરબીના વિદ્યુતનગરમાંથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ મોરબીના વિદ્યુતનગરમાં રહેતા અમ્રેન્દ્રભાઈ જોગીભાઈ યાદવ (ઉ.વ.34) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ઘર પાસેથી ફરીયાદીનુ બાઈકની કિ.રૂ.15 હજાર વાળુ બાઈક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular