મોરબીમાં આવેલી વજેપર શેરીમાં મહિલાના ઘર પાસે બે શખ્સો ગાળો બોલતા હતા ત્યારે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ મહિલા તથા સાથીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી મહિલાની ગાડીમાં પથ્થર મારી નુકસાન કર્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીમાં આવેલી વજેપર શેરી નં.22 માં રહેતા હિરલબેન દિલીપભાઈ કંજારીયા (ઉ.વ.33) એ આરોપી રવીભાઈ ઉર્ફે બુચીયો દેવજીભાઈ કોળી તથા ગીરીશભાઈ નારણભાઈ કંજારીયા રહે.બંને વજેપર મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બન્ને આરોપીઓ ફરીયાદીના ઘર પાસે ગાળો બોલતા હતા ત્યારે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદી તથા સાથીને ગાળો આપી તથા ઢિકા-પાટુનો માર મારી, છુટા પથ્થારનો ઘા કરી ફરીયાદીને માથાના ભાગે મૂઢ ઇજા પહોંચાડી હતી એટલું જ નહીં, ત્યાં પડેલી ગાડી પર પણ પથ્થરના ઘા કરી નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

