Monday, May 4, 2026
HomeGujaratમોરબીના ધર્મેન્દ્ર પ્લાઝાના ચોથા માળે નોવા સ્પામાંથી બીયર અને ગંજીપત્તા સાથે 3...

મોરબીના ધર્મેન્દ્ર પ્લાઝાના ચોથા માળે નોવા સ્પામાંથી બીયર અને ગંજીપત્તા સાથે 3 ની ધરપકડ, તપાસનો ધમધમાટ 

Advertisement
Advertisement

મોરબી શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝાના ચોથા માળે નોવા સ્પામાંથી 3 બીયર ટીન તથા 24 નંગ ગંજીપતા મળી કુલ કિં રૂ.1140 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન સ્પામાં ચેકીંગ હાથ ધરતા મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી 3 બીયર ટીન કિં રૂ.૬૬૦ તથા ગંજીપતાના 24 પેકેટ નંગ કિં રૂ.૪૮૦ તથા 100 કોન્ડોમ મળી કુલ કિં.રૂ.1140 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઇ મહેશભાઇ પઠાણ (ઉ.વ.20) રહે.મોટાભેલા તા.માળીયા(મી), જયંતભાઇ ગણેશભાઇ પારોરીયા (ઉ.વ.42) રહે. મોરબી શનાળા રોડ સ્કાયમોલ સામે વૈભવનગર તથા અનિનગ પૈહાનુનગ (ઉ.વ.27) રહે.મુળે.એચ./નં.૧૫૯ વોર્ડ-૫ જાલુકીયા કેડામે કોલોની પેરેન રાજય નાગાલેન્ડવાળાને સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular