HomeGujaratલજાઈનો આરોપી રાજકોટ કોર્ટમાં હાજર ન થતા ઝડપી લઈ રાજકોટ જેલ ભેગો...

લજાઈનો આરોપી રાજકોટ કોર્ટમાં હાજર ન થતા ઝડપી લઈ રાજકોટ જેલ ભેગો કરાયો

રાજકોટની કોર્ટ દ્વારા ફોજદારી કેસ નં-૩૬૪૫/૨૦૧૯ ના કામે આરોપી મહેશભાઈ મગનભાઈ વામજા રહે.લજાઈ વાળાને ધી નેગોશીયલ ઇન્સ.એકટની કલમ-૧૩૮ ના કામે સજા ફરમાવેલ હોય પરંતુ આરોપી નામદાર કોર્ટમાં હાજર થયા ન હોવાથી મજકુર આરોપીનુ નામદાર રાજકોટ કોર્ટે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.

જે વોરંટની ગંભીરતા ધ્યાને લઇને આરોપી અંગે હકિકત મેળવી આરોપી મહેશભાઈ મગનભાઈ વામજા રહે. લજાઈવાળાને પકડી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ ક૨તા આરોપીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular