HomeGujaratહરિપર ઓવરબ્રિજ નજીક ચેકીંગ થતા દારૂ-બિયરનો જથ્થો ભરેલી કાર રેઢી મૂકી ચાલક...

હરિપર ઓવરબ્રિજ નજીક ચેકીંગ થતા દારૂ-બિયરનો જથ્થો ભરેલી કાર રેઢી મૂકી ચાલક ફરાર 

માળીયા મિયાણા પોલીસે હરિપર ઓવરબ્રિજ નજીક વાહન ચેકીંગ શરૂ કરતા વિદેશી દારૂ – બિયરનો જથ્થો ભરેલી કાર રેઢી હાલતમાં મળી આવતા પોલીસે 5 લાખની કાર તેમજ 3 લાખથી વધુ કિંમતના દારૂ – બિયરના જથ્થા સાથેની કાર ઝડપી લીધી હતી.

જો કે, પોલીસ ચેકીંગ કરી રહી હોવાની અગાઉથી જ ગંધ આવી જતા કાર ચાલક કાર રેઢી મુકી નાસી ગયો હતો.

હળવદ તરફથી વિદેશી દારૂ ભરી કાર ચાલક કચ્છ તરફ જઈ રહ્યો હોવાની સચોટ બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે હરિપર ઓવરબ્રિજ પાસે હાઇવે બ્લોક કરી વાહન ચેકીંગ શરૂ કરતા જ જીજે-09-બી-3021 નંબરની કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.

પોલીસે કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 242 બોટલ કિં.રૂ.2.65 લાખ તેમજ 552 બિયરના ટીનની કિં.રૂ.1,21,440 તેમજ એક મોબાઈલ મળી આવતા પોલીસે 5 લાખની ક્રેટા કાર સહિત કુલ રૂ. 8,91,440 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ કાર નંબરના આધારે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular