મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્કમાં આરોપીના રહેણાંક મકાનમાંથી પોસડોડાનો જથ્થો 4 કિલો 80 ગ્રામ કિં.રૂ.12,240 તથા અન્ય સામાન મળી કુલ કિં રૂ.24,240 ના મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે જેન્તીભાઈ ઉર્ફે જનકભાઇ માવજીભાઇ બોપલીયા રહે.વાવડીરોડ, મિરાપાર્ક શેરી નં-૩ મોરબી વાળો પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે.
તે બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા શખ્સના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ પોસડોડાનો જથ્થો વજન 4.80 કિલો મળી આવ્યો હતો તેમજ વજન કાંટો, પ્લા.ના ઝબલા, મોબાઇલ, રોકડ રકમ સહિત કુલ રૂ.24,240 ના મુદામાલ સાથે શખ્સને ઝડપી લઈ તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી),૧૫(બી) મુજબ ગુનહો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




