Monday, May 4, 2026
HomeGujaratજેતપર-મોરબી રોડ પર સફારી કારમાંથી 48 બોટલ દારૂ સાથે 2 શખ્સ ઝડપાયો

જેતપર-મોરબી રોડ પર સફારી કારમાંથી 48 બોટલ દારૂ સાથે 2 શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં જેતપરથી મોરબી રોડ શિવ પાર્ક સોસાયટીની સામે રોડ પર સફારી કારમાંથી વિદેશી દારૂની 48 બોટલ કિં.રૂ.62,400 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.3,72,400 ના મુદ્દામાલ સાથે બે શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપીઓએ પોતાની સફારી કારમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી 48 વિદેશી દારૂની બોટલ કિં. રૂ.62,400 તથા કાર કિં. રૂ.3 લાખ તથા મોબાઈલ મળી કુલ કિં. રૂ.3,72,400 ના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મુન્નો રૂગનાથભાઇ એરણીયા (ઉ.વ.35) રહે,શિવપાર્ક-2 પીપળી તા.જી.મોરબી તથા દર્શનભાઇ ઉર્ફે લાલો કનુભાઇ વરણીયા (ઉ.વ.30) રહે. શિવપાર્ક -૦૨ પીપળી તા.જી. મોરબીવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular