દુનિયા દિનભર દિન ડિજિટલ બની રહી છે પરંતુ સાથે જ એટલા સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે, ત્યારે મોરબીમાં અનેક છેતરપીંડીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે અને તેની સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા લોકોને એકઠા કરી માહિતી પણ આપવામાં આવી રહી છે, સાયબર ફ્રોડથી કેમ બચી શકાય તેનાથી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં લોકો આવા ગઠીયાઓના ઝપટે ચડી જાય છે અને વર્ષોથી આકરી મહેનત કરીને કમાયેલા લાખો રૂપિયા ગુમાવી બેસે છે.
મોરબીમાં રહેતા એક મહિલાના પતિને આરોપીએ APK ફાઈલનનો મેસેજ મોકલતા એ મેસજ મહિલાના પતિએ મહિલામાં મોકલ્યો હતો જે ઓપન કરતા જ તેમના બેન્ક ખાતામાંથી કુલ રૂ.24,34,709 કટ થઈ ગયા હતા. મહિલા સાથે આવી ઠગાઈ કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના મુનનગર ચોકમાં ન્યુ ચંદ્રેશનગર શેરી નં.2 માં રહેતા કાજલબેન સવજીભાઈ ગામી (ઉ.વ.36) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ફરીયાદીના પતિને વ્હોટસએપ નંબર પર આર.ટી.ઓ ચલણ APK. ફાઇલનો મેસેજ મોકલતા તેના પતિએ આ ફાઇલ તેને વ્હોટ્સએપમાં મોકલી હતી જ્યારે એને ઓપન કરતા જ સાયબર ક્રાઈમ કરનારા હેકરોએ મોબાઇલ હેક કરીને ફરીયાદીના HDFC Bankના એકાઉન્ટમાંથી કુલ રૂ. રૂ.24,34,709
ટ્રાન્સફર કરી લઇ મહિલા સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

