Monday, May 4, 2026
HomeGujaratમોરબીના નટરાજ ફાટક પાસેથી યુવકનું બાઇક ચોરી થયું 

મોરબીના નટરાજ ફાટક પાસેથી યુવકનું બાઇક ચોરી થયું 

Advertisement
Advertisement

મોરબીમાં ફ્રોડ વધી રહ્યા છે જેમાં બાઇક ચોરીના કિસ્સાઓ રોજબરોજ વધતા જઈ રહ્યા છે. ત્યારે મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાસે નટરાજ ફાટક આગળથી આધેડનું બાઈક ચોરી થયું હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઇન્દિરાનગર ગાયત્રીનગરમા રહેતા ચરણસિંહ ગંભીરસિંહ પાલ (ઉ.વ.45) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શક્તિ ચેમ્બર પાસે નટરાજ ફાટક આગળથી ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેની કિં. રૂ.20 હજાર થાય છે તે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular