મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલા રાધે સીરામીકમા પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
આ કરુણ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ રાધે સીરામીકમા રહેતા અને કામ કરતા સુનીલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો પુત્ર ઋત્વિક રાધે સીરામીકમા આવેલ પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.




