મોરબી કંડલા બાયપાસ પાસે દલવાડી સર્કલ 25 વારીયા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મોરબી કંડલા બાયપાસ પાસે દલવાડી સર્કલ 25 વારીયા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો શંકરભાઇ જયંતીભાઇ દેલવાણીયા (ઉ.વ.25) રહે.મોરબી દલવાડી સર્કલ 25 વારીયા શેરીનં.1, ફારૂકભાઇ ફતેમામદભાઇ અબ્દુલા મોવર (ઉ.વ.25) રહે. નવા અંજીયાસર શહેનશાવલી દરગાહની આગળ તા. માળીયા(મી), સુરેશભાઇ હુશેનભાઇ લાલાભાઇ ભરવાડીયા (ઉ.વ.21) રહે. રવાપર ધુનડા રોડ કાઠીયાવાડ હોટલની બાજુમા ઝુપડામા મોરબીવાળાને રોકડ રકમ રૂ.11,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




