Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં શનિ-રવિમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, જિલ્લાભરમાં 24 કલાકમાં 3 ઇંચ સાથે...

મોરબીમાં શનિ-રવિમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, જિલ્લાભરમાં 24 કલાકમાં 3 ઇંચ સાથે સર્વત્ર મેઘમહેર

Advertisement
Advertisement

રાજ્યભરમાં ફરીથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. સર્વત્ર મેઘમહેરથી ગામેગામ ડેમો ચેકડેમો છલકાયા છે. ત્યારે મોરબી જિલ્લામાં શનિવારે દિવસ દરમિયાન છૂટાછવાયા ઝાપટા વરસ્યા બાદ સાંજના સમયે વરસાદી માહોલ બંધાયો હતો અને માળિયામાં સાંજે 4 વાગ્યાથી શરુ થઈ સવારો સવાર ધીમી ગતીએ વરસાદ ચાલુ રહ્યો હતો. તો મોરબી ટંકારા અને વાંકાનેરમાં પણ 6 વાગ્યા પછી વરસાદી માહોલ જામ્યો હતો અને ક્યાંક હળવા તો ક્યારે ભારે પવન સાથે તોફાની ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો તેમજ આખી રાત વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો.

મોરબી જિલ્લામાં સાંજે 6 થી આજે સવારના 6 વાગ્યા સુધીમાં માળિયામાં 58 મીમી (સવા બે ઇંચ), મોરબીમાં 65(અઢી ઇંચ) મીમી, ટંકારા 73 (પોણા ત્રણ ઇંચ), વાંકાનેરમાં 34 મીમી (દોઢ ઇંચ) જયારે હળવદમાં 52 (બે ઇંચ) વરસાદ નોધાયો હતો.

મેઘરાજાની તોફાની બેટિંગ આજે પણ યથાવત છે અને લગભગ તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં માળીયામાં 25 મીમી (એક ઇંચ), મોરબીમાં 35 મીમી (દોઢ ઇંચ), ટંકારામાં 7 મીમી, વાંકાનેરમાં 13 મીમી (અડધો ઇંચ) અને હળવદમાં 15 મીમી (અડધો ઇંચ) વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં થયેલા વરસાદને પગલે જિલ્લાના તમામ નાના મોટા ડેમમાં પાણીની પુષ્કળ આવક નોધાઇ છે ત્યારે 10 માંથી 3 ડેમમાં ગેટ ખોલવા પડ્યા છે અને પાણી રીલીઝ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, મચ્છુ 1 ડેમ 100 ટકા ભરાઈ જતા 0.06 મીટરે પાણી ઓવરફલો થઇ મચ્છુ નદીના નીચાણવાળા પ્રવાહ તરફ વહેતું થયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular