HomeGujaratમોરબીના વિશિપરામાં તીનપત્તી રમતા 9 જુગારીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી...

મોરબીના વિશિપરામાં તીનપત્તી રમતા 9 જુગારીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા

મોરબીના વીશીપરા મેઇન રોડ કુબેર આઇસ ફેક્ટરીની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ શખ્સોને રોકડ રૂ.9050 ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના વીશીપરા મેઇન રોડ કુબેર આઇસ ફેક્ટરીની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ શખ્સો હેમચંદ્રભાઇ શ્રીરામા નિષાદ (ઉ.વ.30), વિકાસભાઇ મખલુભાઇ નિષાદ (ઉ.વ.24), ઉદયભાન રામસીંગ નિષાદ (ઉ.વ.25), છોટેબાબુ શ્રીસોખીલાલ નિષાદ (ઉ.વ.19), મલખાનસિંગ સીતારામ નિષાદ (ઉ.વ.43), કપીલભાઇ રમેશભાઇ નિષાદ (ઉ.વ.22), રામલખન રામચંદ્રભાઇ નિષાદ (ઉ.વ.21), ભરતસિંહ હિરાલાલ નિષાદ (ઉ.વ.35), કૈલાશભાઇ લાલારામ નિષાદ (ઉ.વ.55) રહે. બધા વીશીપરા મોરબીવાળાને રોકડ રૂ.9050 ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular