મોરબીમાં ગત રાત્રીથી વરસાદ યથાવત છે. એટલું જ નહીં, હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને પગલે અનેક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા આ મામલે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વરસાદમાં બાળકોને હેરાનગતિ ન થાય તે માટે શાળા સંચાલકોએ પોતાની રીતે સલામતી માટે રજાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.




