Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના પીપળીયા ચાર રસ્તે ટ્રેકની હડફેટે આવી જતા મહિલાનું મોત 

મોરબીના પીપળીયા ચાર રસ્તે ટ્રેકની હડફેટે આવી જતા મહિલાનું મોત 

Advertisement
Advertisement

મોરબીના પીપળીયા ચાર રસ્તા ક્રિષ્ના નાસ્તા હાઉસ સામે રોડ પર યુવક અને તેમના મોટી બા મણીબેન ચાલીને રોડ ક્રોસ કરતા હોય તે દરમિયાન ટ્રક ચાલકે હડફેટે લેતા મણીબેનનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવમા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, માળીયા મીયાણામાં કુંભાર શેરીમાં રહેતા રામભાઇ જીવણભાઈ બહોરીયા (ઉ.વ.21) એ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા તેમના મોટી બા મણીબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન આરોપી ટ્રક ટેઇલર ચાલકે બેફામ ચલાવી મણીબેનને હડફેટે લઇ માથાના, મોઢાના ભાગે અને બંને હાથ-પગમા ગંભીર ઇજાઓ થતા મણીબેનનુ મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular