મોરબી શહેરમા સિરામિક ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે ત્યારે મોરબી શહેર સિરામિક નગરી તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે મોરબી પંથકમાં આવેલ સિરામિક કારખાનામાંથી કેટલાક કારખાનામાં પેટકોકનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જીપીસીબીની જુદીજુદી ટીમો બનાવી જુદા જુદા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમા સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ૮ થી વધું કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરવામાં આવતો હોવાની ખૂલ્યું છે અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા આ રીપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવેલ છે ત્યાંથી આદેશ આવ્યો કારખાનેદાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહીં છે.
મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પ્રદુષણ ન ફેલાય તેના માટે સિરામિક એસોસિયેશન દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે પરંતુ આ પ્રયત્નો પર કેટલાક ઉદ્યોગકારો દ્વારા પાણી ફેરવી દેવામાં આવતું હોય છે કેમકે અમુક કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ પેટકોક વાપરતા કારખાનાઓને કલોઝર નોટીસ પણ આપવામાં આવી હતી અને આજે પણ કેટલાક એકમોમાં પ્રતિબંધીત પેટીકોકનો વપરાશ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રતિબંધિત પેટકોકનો વપરાશ મોરબીના જુદાજુદા કારખાનામાં કરવામાં આવે છે તેવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જીપીસીબીના અધિકારીઓની જુદીજુદી ટીમો બનાવીને જુદાજુદા વિસ્તારમાં કારખાનામાં રેંડમલી ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે એક કે બે નહીં પરંતુ અંદાજે આઠથી વધુ કારખાનામાં પેટકોકનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને જીપીસીબીના સ્થાનિક અધિકારી દ્વારા પેટકોકનો કારખાનામાં વપરાશ કરનારા કારખાનેદારોની સામે કાર્યવાહી કરવા માટે હાલમાં ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવામાં આવેલ તેવું ઉદ્યોગકારોમાં ચર્ચાઇ રહ્યું છે.
ઉલેખનીય છે કે, કેટલાક ઔધોગિક એકમોમાં માન્ય બળતણના બદલે પેટ્રોલિયમ કોક (પેટકોક) નો બળતણ તરીકે અનઅધિકૃત રીતે ઉપયોગ કરવાનું ચલણ વધી રહેલ છે. આવા ઉધોગોમાં પેટકોકમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોઈ તેનો બળતણ તરીકે અનઅધિક્રુત રીતે ઉપયોગ કરવાથી હવા પ્રદૂષણ થાય તેમ છે. જેથી તાજેતરમાં મળેલ જીપીસીબીની બેઠકમાં મહત્વનો આદેશ કર્યો હતો જેમાં પર્યાવરણીય નુકસાન વળતર (EDC)ની ગણતરીમાં નાની કક્ષાના ઉદ્યોગ માટે દસ લાખ, મધ્યમ કક્ષાના ઉદ્યોગ માટે પંદર લાખ અને મોટી કક્ષાના ઉદ્યોગ માટે પચીસ લાખ દંડની રકમ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ મુજબ તાજેતરમાં જે કારખાનામાં પેટકોકનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે તે કારખાનેદારને દંડ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

