મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમની સામે રહેતા આરોપી ઇમરાનભાઈના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 134 બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી ઇમરાનભાઈ નુરમામદભાઇ મોવરના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 134 બોટલ જેની કિ.રૂ.1,81,200 નો મુદામાલ મળી આવતા આરોપી ઇમરાનભાઈ નુરમામદભાઇ મોવર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




