HomeGujaratમોરબીની યુવતીને મુંબઈના શખ્સે લગ્નની લાલચ આપી 8.50 લાખ પડાવી લીધા

મોરબીની યુવતીને મુંબઈના શખ્સે લગ્નની લાલચ આપી 8.50 લાખ પડાવી લીધા

હૈદરાબાદની વતની અને 2024 ફેબ્રુઆરીમા મોરબીમાં રહેતી યુવતીને મુબંઈ રહેતા એક શખ્સે લગ્નની લાલચ આપી યુવતી પાસેથી રૂ.8.50 લાખ પડાવી લગ્ન નહીં કરી છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરી 2024 માં મોરબીના રવાપર રોડ પર વિવેકાનંદનગર-1 માં પોતાની માતાના ઘેર રહેતા અને હાલ હૈદરાબાદ રહેતી યુવતીએ આરોપી નિમેશભાઈ બાબુભાઈ ચોટલીયા રહે. બી/206 પારેખ એપાર્ટમેન્ટ સરોજિની રોડ વીલે પારલે વેસ્ટ મુંબઈવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી અલગ – અલગ તારીખે આશરે 8.50 લાખ જેટલી રકમ બદદાનતથી મેળવી પોતાના તથા પોતાના મીત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી આરોપીએ ફરીયાદી સાથે લગ્ન નહી કરી પોતાનો મોબાઇલ નંબર બંધ કરી છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular