Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના અમરેલી ગામની સીમમાં નેક્સસ સિનેમા પાસે વુમન ક્રિકેટ મેચ પર સટ્ટો...

મોરબીના અમરેલી ગામની સીમમાં નેક્સસ સિનેમા પાસે વુમન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે પકડાયા 

Advertisement
Advertisement

મોરબી: ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વુમન વન ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે ત્યારે મોરબીના અમરેલી ગામની સીમમાં નેક્સસ સિનેમા નજીક વુમન વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને કુલ કિં રૂ.૭,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબીના અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે જાહેરમાં આરોપીઓ જુગાર રમવા માટે આઇડી મેળવી ફોનમાં BETFALSH247 એપ્લીકેશનમા GTPL નામના આઈડીમાથી ઇન્ડિયા વુમન – ઓસ્ટ્રેલિયા વુમન વચ્ચે ની વન ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઈસમો કલ્પેશભાઇ કનૈયાલાલ ચાવડા (ઉવ-૪૨) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી તથા જલાભાઇ રહે. રવાપર મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૦૦૦ તથા ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૭૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular