Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના ઊંચી માંડલ ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર 

મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલા સ્પેલ કારખાના નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઉંમર આશરે 45 થી 50 હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે, પુરુષની ઓળખ હજુ સુધી થઈ નથી, જેથી મૃતકની ઓળખ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મૃતદેહ ગઈકાલે 14 મીના રોજ બપોરના સમયે સ્પેલ કારખાના તરફ જતા કાચા રસ્તા પાસે, ટ્રેસા કારખાનાની દીવાલ નજીક આવેલા એક વોકળા પાસેથી મળી આવ્યો હતો. લાશની હાલત અત્યંત દયનીય છે, જો કે, આ પુરુષનું મૃત્યુ કઈ રીતે થયું તેનો ભેદ હજુ ઉકેલાયો નથી.

પોલીસ દ્વારા મૃતકના બોડીનું પીએમ કરાવી મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ઓળખ માટે રાખવામાં આવ્યો છે. હાલમાં મૃતકની ઓળખ કે તેના પરિવારજનો વિશે કોઈ માહિતી મળી નથી. જો કોઈ આ મૃતક વિશે જાણકારી ધરાવતું હોય તો તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (63596 26066) અથવા પો.હેડ.કોન્સ. એન.એસ. મેસવાણીયા (99047 13247) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular