Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી સીટી એ-બી ડિવિઝન પોલીસ અને તાલુકા પોલીસની દારૂ પર તવાઈ, 3...

મોરબી સીટી એ-બી ડિવિઝન પોલીસ અને તાલુકા પોલીસની દારૂ પર તવાઈ, 3 અલગ દરોડામાં વિદેશી દારૂની 24 બોટલ ઝડપાઈ 

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હ્યુન્ડાઇ વેન્યુ કાર ચેક કરતા કારમાં બેઠેલા આરોપી ઋતુરાજસિંહ ખોડુભા વાઘેલા આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુભા ટાવર નટુભા જાડેજા રહે.સામાકાંઠે, હાઉસિંગ બોર્ડ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 375 મીલી ભરેલી બોટલ કિં.રૂ. 300 મળી આવતા પોલીસે 5 લાખની કાર સહિત 5,00,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી અનુભાઈ નામની વ્યક્તિ નાસી જતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

તો બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાવડીયારી કેનાલ સાપર નજીકથી આરોપી કિશોર બચુભાઇ બડોધરા (ઉ.વ.29) રહે.જોગડ તા.હળવદ વાળાને વિદેશી દારૂની ત્રણ બોટલ કિં.રૂ.3300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

તો ત્રીજા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રણછોડનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી શની નવીનભાઈ મારુણીયા (ઉ.વ.30) ના રહેણાંક મકાનની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની 375 મીલી માપની 20 બોટલ કિં.રૂ. 11 હજાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular