મોરબીના જુના ઘૂટું રોડ પર સિરામિક ફેકટરીમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. જે હત્યાના આરોપી પતિને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝનમાં ફરિયાદીની ફૈબાની દીકરી બિંદાબેનને આરોપી પતિ કાનાભાઈ પ્યારસિંગ કકરીયાભાઈ બારેલા (ઉ.વ.35) એ ચારિત્ર્ય અંગે શંકા કરી હથિયારથી માથા અને મોઢાના ભાગે ઈજા કરી હત્યા કરી હતી. મોરબી બી ડિવિઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જો કે, હત્યા કરી આરોપી પતિ ફરાર થયો હતો આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાને બી ડિવિઝન પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

