HomeGujaratમોરબીના બેલા ગામે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, મહિલા કર્મી નશાની હાલતમાં...

મોરબીના બેલા ગામે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, મહિલા કર્મી નશાની હાલતમાં મળી આવી

મોરબી શહેર જિલ્લામાં સ્પાની આડમાં સ્થળોએ કુટણખાના ધમધમી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલમાં કોલ કરી બેલા ગામની સીમમાં સ્પાના નામે કુટણખાનું ચાલતું હોવાની બાતમી આપતા પોલીસે તપાસ શરૂ થઈ હતી. જેમાં મહિલા સ્પા કર્મચારી નશાની હાલતમાં મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસને કંટ્રોલરૂમમાંથી મળેલી વર્ધી બાદ પોલીસ ટીમ બેલા ગામની સીમમાં ઓમ કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલા નેક્ષસ સ્પામાં તપાસ માટે દોડી જતા સ્પામાં કામ કરતી માહીસિંઘ કનૈયા રાય (ઉ.વ.35) નામની બિહારની વતની મહિલા નશાની હાલતમાં હોય પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular