માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે માળીયા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી કચ્છ તરફથી આવતી બોલેરો ગાડીમાં કતલખાને ધકેલાઈ રહેલા 9 નાના મોટા પાડરડાના જીવ બચાવી લઈ કચ્છના બે આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા અંગે ગુનો નોંધી રૂ.4.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે કચ્છ હાઇવે પર ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી. ત્યારબાદ ત્યાંથી બોલેરો કાર પસાર થતા તેને અટકાવી તલાશી લેતા બોલેરોમાંથી નાના મોટા 9 પાડરડા ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સને આવ્યું હતું. જેથી બોલેરો ચાલક આરોપી કરીમ મામદઅલી જત અને આરોપી વાહેબ મામદહસન જત રહે. બન્ને નાના સરડા, ભગાડીયો કચ્છ વાળાને ઝડપી લઈ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા સબબ કાયદેસરની કાર્યવાહી કરી રૂ.4 લાખની બોલેરો ગાડી કબ્જે કરી રૂ.27ની કિંમતના પશુઓને મુક્ત કરાવ્યા હતા.




