HomeGujaratમોરબી તાલુકા અને વાંકાનેર પોલીસે ત્રણ દરોડામાં વરલી મટકાના ત્રણ જુગારી ઝડપી...

મોરબી તાલુકા અને વાંકાનેર પોલીસે ત્રણ દરોડામાં વરલી મટકાના ત્રણ જુગારી ઝડપી લીધા

મોરબી તાલુકા પોલીસ અને વાંકાનેર શહેર પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વરલી મટકાના ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા છે.

બન્ને દરોડાની વિગત જોતા, મોરબી તાલુકા પોલીસે પ્રથમ દરોડામાં જાંબુડિયા ઓવરબ્રિજ નીચેથી આરોપી સોહિલ ઇશાભાઈ પલેજા રહે, માળીયા ફાટક, મોરબી વાળાને રોકડ રૂ.350 સાથે વરલીના આંકડા લેતા ઝડપી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાં અરુણ ઉર્ફે અકુલ રતિલાલ સિરોયા રહે.વીસીપરા વાળાને ઘુંટુ ગામની સીમમાં આકૃતિ સિરામિક પાસેથી રોકડ રૂ. 370 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધા હતા. તો ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે વાંઢા લીમડા ચોકમાં જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા રહે.પરશુરામ પોટરી, વાંકાનેર વાળાને રોકડ રૂ.150 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular