Thursday, May 7, 2026
HomeGujaratમોરબીમાં એન.ડી.પી.એસ. ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેરથી દબોચતી SOG પોલીસ

મોરબીમાં એન.ડી.પી.એસ. ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેરથી દબોચતી SOG પોલીસ

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુન્હામાં નાસતા ફરતા શખ્સને મોરબી એસ.ઓ.જી. પોલીસે વાંકાનેરથી ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુન્હાનો આરોપી સાહિલઝા સલીમભાઈ મુલ્લા ( રહે. વાંકાનેર વાળો મીલપ્લોટ ) વાંકાનેર ખાતે હાજર છે. મળેલી બાતમીના આધારે મોરબી એસ.ઓ. જી. એ તે સ્થળે તપાસ કરતા આરોપી સાહિલઝા સલીમભાઈ મુલ્લા હાજર મળી આવ્યો હતો. ત્યારે, આરોપીને હસ્તગત કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે તેમજ કાયદેસર બનતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular