મોરબી પંથકમાં છેલ્લા કેટલાંક સમયથી દેશી દારૂનું દુષણ વધી રહ્યું છે. દેશી દારૂના ચંગુલમાં ફસાઈને અનેક પરિવારો તબાહ થઈ રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલા પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. આ સાથે જ કુલ રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે જપ્ત કર્યો છે તેમજ આરોપીઓ સ્થળ પરથી નાસી છુટતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલા વોંકળામાંથી રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવવાની ૪ ભઠ્ઠી મળી આવી હતી. આ સહિત બેરલ ભરેલ ગરમ આથો કુલ લીટર-૬૦૦ કિં.રૂ.૧૨૦૦૦/- તથા દેશીદારૂ બનાવવાનો ઠંડો આથાથી ભરેલા ૨૦૦ લીટર ની ક્ષમતાવાળા બેરલ નંગ-૦૫ લીટર-૧૦૦૦ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના આશરે ૩૫ લીટર ક્ષમતાવાળા કેરબા નંગ-૦૩ તથા ૩૫ લીટરની ક્ષમતાવાળી ડોલમાં રહેલા દેશીદારૂ જેવુ ગરમ કેફી પ્રવાહી લીટર-૩૦ એમ ત્રણ કેરબા તથા ડોલ અંદાજિત કિં.રૂ.૨૪૦૦૦/- સહિત ભઠ્ઠીની નજીક બાચકા ભરેલા પ્લાસ્ટિક પારદર્શક ૫ લીટર ક્ષમતા વાળી કોથળી નંગ-૧૨ કેફી દેશી દારૂ જેવુ પ્રવાહી આશરે ૬૦ લીટર કિં. રૂ ૧૨૦૦૦/- તથા ભઠ્ઠી લગત સાધનો મળી કુલ કિં રૂ. ૭૬,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી નિલેષભાઈ બચુભાઈ ભોજવીયા તથા સુરેશભાઈ જગાભાઈ કોળી (રહે બંને કાલિકાનગર) તથા તપાસમાં જેમના પણ નામ ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન કલમ -૬૫(બી),(સી),(ડી),(ઈ),(એફ),૮૧ મુજબ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




