HomeGujaratમોરબીના જુના મોડપર ગામે દેશી દારુની ભઠ્ઠી પર પોલીસની તવાઈ

મોરબીના જુના મોડપર ગામે દેશી દારુની ભઠ્ઠી પર પોલીસની તવાઈ

મોરબી તાલુકા પોલીસ દ્વારા દારૂબંધી કાયદાને અમલમાં મૂકવા માટે દેશી દારૂના ધંધાર્થીઓ સામે સતત તવાઈ ચલાવવામાં આવી રહી છે. ગઈકાલે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જુના મોડપર ગામે આવેલા સ્મશાન પાસે દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન અક્ષય વિનુભાઈ સોલંકી નામના આરોપીને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી 1000 લીટર આથો, 40 લીટર તૈયાર દેશી દારૂ તેમજ ભઠ્ઠી ચલાવવા માટેના વિવિધ સાધનો મળી આવ્યા હતા. પોલીસએ કુલ રૂ.29,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે ધંધાર્થીઓમાં ચકચાર મચી જવા પામી છે.

RELATED ARTICLES

Most Popular