HomeGujaratલાલપર ગામ પાસે વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પોલીસની ઝડપમાં

લાલપર ગામ પાસે વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પોલીસની ઝડપમાં

મોરબી તાલુકાના લાલપર ગામે પોલીસે છાપો મારીને વિદેશી દારૂની ચોરીછૂપીમાં હેરફેર કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવતાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાલપર ગામ સામે શ્રી હરી ચેમ્બર પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા તેની પાસે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કુલ પાંચ બોટલ દારૂની કિંમત રૂ. 7500 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

આ કાર્યવાહી દરમિયાન આરોપી મયુરભાઈ વીરજીભાઈ ડાંગરોણીયા (ઉં. 35), (રહે. રવાપર રોડ, કૃષ્ણા સ્કૂલ વાળી શેરી) ને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે ધંધાખોરોમાં ખળભળાટ મચ્યો છે.

RELATED ARTICLES

Most Popular