Tuesday, May 5, 2026
HomeGujaratહળવદમાં વ્યાજખોરોનો ભયંકર ત્રાસ, આધેડને ધાક ધમકી આપીને સંપતિ હડપી લેવાનો કારસો 

હળવદમાં વ્યાજખોરોનો ભયંકર ત્રાસ, આધેડને ધાક ધમકી આપીને સંપતિ હડપી લેવાનો કારસો 

Advertisement
Advertisement

હળવદમાં વ્યાજખોરીનું દુષણ પ્રસરી રહ્યું છે. વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. સરેઆમ પોતાની હકુમત ચલાવતા વ્યાજખોરો ધમકી આપીને પઠાણી ઉઘરાણીઓ કરી રહ્યા છે. ત્યારે, વધુ એક વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરો ઢીંગાર પગલાં લઇને સ્થાનિક રહેતા એક પરિવારમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે. મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ હળવદમાં રહેતા સરકારી કર્મચારી રાજેશભાઈ ભીમજીભાઈ પારેજીયા (ઉં. 52)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ચાર શખ્સોએ તેમને, તેમના દીકરાને અને પરિવારને બળજબરી અને ધમકીઓ આપીને પઠાણી ઉઘરાણી કરી છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, જરૂરિયાત ઊભી થતાં તેઓએ વ્યાજે નાણા લીધા હતા. જેની ભરપાઈ કરી દીધા બાદ પણ વ્યાજખોરો બળજબરીથી વધુ પૈસા માંગતા હતા. આ સાથે જ તેઓએ જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ પણ આપી હતી. ફરીયાદ મુજબ, મોરબીના હળવદમાં હરી દર્શન સોસાયટી, રાણેકપર રોડમાં રહેતા આરોપીઓ પ્રભુભાઈ જહાભાઈ રબારી, ભરતભાઈ રાણાભાઈ રબારી, હરદીપ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવડીયા અને જયદેવભાઈ મનહરદાન ગઢવી આ કેસના મુખ્ય શખ્સો છે.

રાજેશભાઈએ પોતાના મોટા ભાઈની ગંભીર બીમારી અને નાણાકીય તંગી વચ્ચે અનેક વખત પૈસા ઉધાર લીધા હતા. મુદલ ચુકવ્યા હોવા છતાં, આરોપીઓએ વ્યાજમાં વધારો કરીને રૂ. 2,10,000ની ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ દીકરાને છરી બતાવી, પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી અને મકાન તથા મોટર સાઇકલ સહિત સંપત્તિઓ બળજબરીથી દખલમાં લઈ લેવાની કોશિશ કરી હતી.

અહેવાલ મુજબ, વ્યાજખોરીની નીતિ સાથે બળજબરીથી 12,00,000 ની કિંમતનું મકાનના દસ્તાવેજ કરીને મકાન પડાવી લીધું હતું. આ સિવાય અનેક ગણી રકમ સહિત મોટર સાયકલ પણ કબ્જે કર્યા હતા. મુદ્દલ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોએ બેફામ પૈસા વસુલ કર્યા હતા. ખોટી રીતે ઉંચા વ્યાજદરે ફરિયાદીની સંપતિને હડપી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધીને ભારતીય દંડસંહિતા કલમ-308(2), 308(4), 308(5), 351(3), 352, 354 તથા ગુજરાત મનીલેડર્સ એક્ટ 2011 કલમ-40, 42(ક) અને જી.પી. એક્ટ કલમ-135 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular