HomeGujaratમોરબી તરફ જતી સ્વીફટ ડિઝાયર કારમાંથી ઝડપાયો ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો

મોરબી તરફ જતી સ્વીફટ ડિઝાયર કારમાંથી ઝડપાયો ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો

ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતાં વારંવાર દારૂની હેરફેરના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક દારૂની હેરફેરને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અસફળ કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ અને હાલ ચાલતા પ્રોહિબિશન ડ્રાઈવના અનુસંધાનમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર બી.વી. પટેલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પી.એસ.આઈ. ક્રીપાલસિંહ ચાવડા તથા રામભાઈ મંઢને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી તરફ જતી સ્વીફટ ડિઝાયર કારમાં દેશી દારૂનો જથ્થો લઇ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે ઢુવા ગામની સીમમાં, નેશનલ હાઈવે પર ગેલભવાણી હોટલ નજીકથી GJ-13-AX-3932 નંબરની સફેદ રંગની સ્વીફટ ડિઝાયર કાર રોકી તપાસ કરતા અંદરથી દેશી દારૂના ૪૦૦ લિટર, કિંમત રૂ. ૮૦,૦૦૦ કાર કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ તથા એક મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે જ આરોપી ધર્મેશભાઈ રમેશભાઈ મેટાળીયા (રહે. પાંચવડા ચોરાની બાજુ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આરોપી રવિભાઈ ઉર્ફે માસ, (રહે. મોરબી – દારૂ મંગાવનાર), વિજયભાઈ ઉર્ફે ભુરો વાલજીભાઈ માલકીયા, (રહે. રેશમિયા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર – દારૂ મોકલનાર) પકડવાના બાકી છે.

આ સાથે જ કુલ દેશી દારૂ – ૪૦૦ લિટર – રૂ. ૮૦,૦૦૦, સ્વીફટ ડિઝાયર કાર (GJ-13-AX-3932) – રૂ. ૫,૦૦,૦૦૦, વિવો મોબાઇલ ફોન – રૂ. ૧૦,૦૦૦ સહિત કુલ કિંમત : રૂ. ૫,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા, ચમનભાઈ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, સામતભાઈ છુછીયા, દિવ્યરાજસિંહ ઝાલા, બીજેશભાઈ બોરીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શક્તિસિંહ પરમાર અને હરપાલસિંહ ઝાલા જોડાયેલા હતા.

પોલીસે પકડાયેલા આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે અને માલ મોકલનાર તેમજ મંગાવનાર અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular