મોરબી તાલુકાના આંદરણા ગામે આવેલ ભૈરવનાથ હોટલના ગ્રાઉન્ડમાં બનેલી દુર્ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે.
મળતી વિગતો મુજબ, રાજસ્થાનના વતની પ્રહલાદ છેતરમલ ગુર્જર (ઉંમર ૩૬) પોતાના ટ્રક RJ-52-GB-2751 ચાલુ રાખીને હેન્ડ બ્રેક લગાવ્યા વગર ચા પીવા ગયેલા. દરમિયાન અચાનક ટ્રક આગળ ખસવા લાગ્યો હતો. ટ્રકને રોકવા માટે પ્રહલાદ ટ્રક ઉપર ચડવા ગયા, ત્યારે પોતાના ટ્રકના કેબીનના દરવાજા અને નજીક પાર્ક કરાયેલા ટ્રક RJ-47-GA-5767 વચ્ચે આવી જતા છાતી દબાઈ જવા સાથે માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાના કારણે ઘટનાસ્થળે જ પ્રહલાદ ગુર્જરનું કરુણ મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ રામ અવતાર છેતરમલ ગુર્જરે (ઉં. ૪૫) મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.




