Sunday, April 19, 2026
HomeMorbiધુનડા ગામે તળાવ પાસે ફોટો પાડતા પરિવારની એક્ટીવા ચોરી

ધુનડા ગામે તળાવ પાસે ફોટો પાડતા પરિવારની એક્ટીવા ચોરી

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં તળાવ પાસે ફોટા પાડવા ગયેલા પરિવારની એક્ટીવા ચોરી થવાની ઘટના સામે આવી છે. વિગત મુજબ, મોરબીના ઘુનડા-રવાપર રોડ પર આવેલા ઉમિયાનગર-01માં રહેતા પન્નાબેન જયંતીભાઈ કાવર (ઉં. 45)એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની માલિકીની એક્ટીવા (નં. GJ-36-AM-8549, કિંમત આશરે રૂ. 45,000) કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી લીધી છે.

ફરિયાદી પન્નાબેનની દિકરી તન્વી એક્ટીવા લઈને પોતાની મોટી બહેન કેયા અને જમાઈ સુનીલભાઈ સાથે ઘુનડા ગામના તળાવ પાસે ફોટા પાડવા ગઈ હતી. તન્વીએ એક્ટીવા લોક કર્યા વગર રસ્તા પર પાર્ક કરી હતી, જ્યારે જમાઈ સુનીલભાઈએ પોતાનું મોટરસાયકલ પણ ત્યાં જ રાખ્યું હતું.

સાંજે આશરે 6:00 થી 6:30 વાગ્યાના દરમિયાન ફોટા પાડીને પરત ફરતાં તેઓએ જોયું કે એક્ટીવા ત્યાં ન હતું. કોઈ અજાણ્યો ઈસમ એક્ટીવા લઈ ચોરી કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular