સોશિયલ મીડિયા પર જાહેરમાં છરી સાથે ફોટા વાયરલ કરનાર બે ઇસમોને હળવદ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા વાંકાનેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસે તપાસ હાથ ધરી હતી.
વાયરલ થયેલા ફોટામાં દેખાતા ઇસમોની ઓળખ સ્થાનિક રહેવાસી તરીકે થતાં પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી છરી સાથે બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પકડાયેલા ઇસમોમાં રવી મુનાભાઇ કાંજીયા (કોળી), રહે. દિધડીયા ગામ, રવી ઘનશ્યામભાઇ દેકાવાડીયા (કોળી), રહે. દેવપુર (સુખપર) નો સમાવેશ થાય છે.
પોલીસે અપીલ કરી છે કે, આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામાજિક અશાંતિ ફેલાય કે ગુનાહિત પ્રવૃતિ જણાય તેવા વીડિયો કે ફોટા અપલોડ ન કરવા. આવા કૃત્ય કરતા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




