હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે હળવદ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 99 બોટલ અને એક એકટીવા મળી કુલ રૂ. 43,900નો મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આરોપી ભાવસંગભાઈ અભેસંગ ગોહિલ (ઉ.વ. 30) તથા યુવરાજભાઈ ભુપતભાઈ મકવાણા (ઉ.વ. 27), બન્નેને ઝડપ્યા હતા.
મળતી માહિતી મુજબ, આરોપીઓની વાડીમાંથી ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હિસ્કીની 95 બોટલ, 8 PM સ્પેશ્યલ રેર વ્હિસ્કીની 3 બોટલ અને ગ્રીન લેબલ એક્સપોર્ટ વ્હિસ્કીની 1 બોટલ મળી આવી હતી. ઉપરાંત દારૂની હેરાફેરી માટે લાવવામાં આવેલ એક એકટીવા પણ કબજે કરાઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

