Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના ઉમિયા સર્કલ પર બનશે 53 કરોડનો ફોર ટ્રેક ઓવરબ્રિજ

મોરબીના ઉમિયા સર્કલ પર બનશે 53 કરોડનો ફોર ટ્રેક ઓવરબ્રિજ

Advertisement
Advertisement

મોરબીમાં વધતી વસ્તી અને વાહનોના ભારણને કારણે ખાસ કરીને શનાળા રોડ અને ઉમિયા સર્કલ વિસ્તારમાં સતત ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે મોરબી મહાનગર પાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર ફોર ટ્રેક ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

 

મળતી માહિતી મુજબ, આ ઓવરબ્રિજ આશરે 700 મીટર લાંબો, 8 મીટર ઊંચો અને 27 સ્પાન ધરાવતો હશે. તેનો ખર્ચ લગભગ રૂ. 53.24 કરોડ આવશે. બ્રીજ એ.પી.એમ.સી. માર્કેટિંગ યાર્ડથી શરૂ થઈ સમયગેટ સુધી જશે. સાથે જ, બન્ને બાજુ 7 થી 9 મીટરના સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે જેથી કેનાલ રોડ તરફ જવા આવનારા વાહનોને સુવિધા મળે.

શહેરના ઉમિયા સર્કલ પર ચાર રસ્તા જોડાતા હોવાથી અહીં 24 કલાક ટ્રાફિક જામ રહે છે અને વર્ષોથી ઓવરબ્રિજની માંગણી કરવામાં આવી રહી હતી. હવે નગરપાલિકાએ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને એજન્સી નિમણૂક થયા બાદ ટૂંક સમયમાં કામ શરૂ થશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવા માટે અંદાજે બે વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ બ્રીજ નિર્માણ થતાં ઉમિયા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યામાંથી મોરબીવાસીઓને રાહત મળશે એવી આશા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular