Wednesday, May 6, 2026
HomeGujaratરણછોડગઢ ગામે વૃદ્ધ મહિલાને માર મારાયો, બે સામે ગુન્હો દાખલ

રણછોડગઢ ગામે વૃદ્ધ મહિલાને માર મારાયો, બે સામે ગુન્હો દાખલ

Advertisement
Advertisement

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ખારખૂણાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ રણછોડગઢ ગામે રહેતી 70 વર્ષની કુવરબેન બાબુભાઈ મોલાડીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદ મુજબ, ફરીયાદીની દિકરીએ આરોપી જાલુબેન સંઘુભાઈ ફીસડીયા તથા તેજાભાઈ સંઘુભાઈ ફીસડીયાની દિકરીને ભગાડી લગ્ન કરી લીધા હતા. આ જ બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના ઘરે જઈને તેમને ભુંડી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી.

આ મામલે હળવદ પોલીસે આરોપી જાલુબેન અને તેજાભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 329(3) તથા જી.પી. એક્ટ કલમ-135 મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular