HomeGujaratમોરબીમાં હાથ બનાવટની દેશી બંદુક સાથે યુવાન ઝડપાયો

મોરબીમાં હાથ બનાવટની દેશી બંદુક સાથે યુવાન ઝડપાયો

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વીસીપરા અમરેલી રોડ પર સૌરાષ્ટ્ર નડિયાના કારખાના નજીકથી એક ઇસમને દેશી હાથ બનાવટની બંદુક સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન સંયુક્ત ખાનગીરાહે માહિતી મળી હતી કે, વીસીપરા અમરેલી રોડ પાસે એક યુવાન દેશી બંદુક સાથે આંટાફરે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ કરતાં સંદિગ્ધ ઇસમ મળી આવ્યો.

કોર્ડન કરીને પુછપરછ કરતાં તેની ઓળખ ઇબ્રાહિમભાઈ ઉર્ફે ડાડો આદમભાઈ ચનાણી (ઉ. 24), રહે. કાંતીનગર જુબેદા મસ્જિદ પાછળ, મોરબી તથા મૂળ ગામ બેલા (આમરણ) તાલુકો જિલ્લો મોરબી તરીકે થઈ હતી. તેની પાસે દેશી બનાવટની બંદુક (કિંમત રૂ. 2000) મળી આવતા પોલીસે કબજે કરી આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગે વધુ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

RELATED ARTICLES

Most Popular