મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, મોરબીના એક રહેણાંક મકાનમાં દેશી બનાવટની જામગરી બંદૂક છુપાવવામાં આવી છે. તે આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
રેડ દરમિયાન, પોલીસે હાથ બનાવટની બંદૂક (કિંમત આશરે રૂ. ૨૦૦૦) કબજે કરી હતી. આ કેસમાં આરોપી રાજુભાઈ અબ્દુલભાઈ પબાણી (ઉ.વ. ૩૯, રહે. કંડલા બાયપાસ, ફિદાય પાર્ક, મોરબી) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

