Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી તાલુકામાં ટ્રેલરમાંથી 6 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકામાં ટ્રેલરમાંથી 6 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી તાલુકાના મોરબી-માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસે મોરબી તાલુકા પોલીસે એક ટ્રેલરમાંથી મોટી માત્રામાં ઇંગ્લીશ દારૂ ઝડપ્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રેલર નંબર RJ-32-GD-2842 ને રોકી તપાસ કરતા, ઠાઠામાં ભરેલી સફેદ કાંકરીની નીચે છુપાવેલ પુઠ્ઠાના બોક્સમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ 2,752 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 6,05,040 જેટલી થાય છે.

ટ્રેલર (રૂ. 10,00,000) અને મોબાઇલ ફોન (રૂ. 5,000) સાથે કુલ રૂ. 16,10,040 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ટ્રેલર ચાલક રમજાનભાઇ પુનાભાઇ કાઠાત (ઉં. 25, રહે. ગોડલીયા, થાના-સેંદડા, જી. બ્યાવર, રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. આ બનાવની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી. જાડેજાએ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular